TARUN M PATEL

GANPTI SANDESH
રચનાનો વિચારણીય સંદેશ

સાક્ષાત્ પરબ્રહ્મસ્વરૂપ ગજાનન સર્વ દેવગણ અને ધર્મપ્રેમીઓ માટે સન્માનીય દેવ છે. ગણપતિની પ્રથમ વંદના વિના કોઈ પણ કાર્ય-આયોજન નિર્વિઘ્ને પાર પડી શકે નહીં. ગણપતિને રાજી કર્યા વિના કોઈનું કલ્યાણ પણ સંભવ નથી તેવો મહાપ્રતાપ ઉમા અને શિવજીના આ પુત્ર ધરાવે છે. ગણનો અર્થ સમૂહ, વર્ગ, સંપ્રદાય જેવો થાય છે અને ઇશનો અર્થ સ્વામી થાય છે. આમ દેવગણ અને શિવગણોના સ્વામી એટલે જ ગણેશ. ગણ નામના દૈત્યનો નાશ કરવાથી તેઓ ગણેશ કહેવાય તેમ પણ કેટલીક પૌરાણિક કથાઓ કહે છે. ગણપતિના શરીરની વિલક્ષણ રચના પણ વિચારણીય સંદેશ આપે છે.

ગજમસ્તક : વિશાળ અને પહોળું લલાટ બુદ્ધિમતા અને વિવેકશીલતાનો પરિચય આપે છે. એટલા માટે જ ઋષિ વેદવ્યાસે તેમના મહાભારત ગ્રંથની રચનામાં ગણપતિની સહાય લીધી હતી. કોઈ પણ મુદ્દાની ગ્રાહ્યતાની તેમની શક્તિ ગજબની હતી તેથી જ તેઓ ગ્રંથલેખન માટે ઋષિ સામે શરત મૂકી શક્યા હતા.

દીર્ઘનાસિકા : પોતાના માન-ગૌરવના પ્રતીક સમાન ‘નાક’ની જાળવણી માટે કશું પણ ત્યાગવું પડે તેની ચિંતા ના કરશો. પોતાની અને રાષ્ટ્રની માનમર્યાદા સદૈવ જાળવી રાખો તેવો સંદેશ ગણપતિની દીર્ઘનાસિકા આપે છે.

ગજકર્ણકાય : વિશાળ કાન શ્રવણ અને મનનનો સંદેશ આપે છે. નાનું-મોટું હોય તે બધુંજ સાંભળો અને ગ્રહણયોગ્યને પાસે રાખી તેનું મનન કરો. નાની આંખો દૂરદર્શિતાનુંપ્રદર્શન કરે છે. આંખો વિશાળ અને મોહક ન હોય તો ચાલે, પણ દૂરનું જોઈ-વિચારી શકે તેવી જરૂર હોવી જોઈએ.

લંબોદરાય એટલે કે વિશાળ પેટના બનો. છીછરા રહેશો નહીં. માન હોય કે અપમાન પેટમાં ઉતારી જાઓ અને સંતોષી રહો. મોદક એટલે લાડુ તો મીઠાશનું પ્રતીક છે. સર્વજન સાથે મીઠાશ ફેલાવી શકશો તેવો સંદેશ મોદકપ્રિય ગણપતિ આપે છે.

ગણપતિના હાથમાં કમળનું પુષ્પ છે જે સ્નેહ અને સુવાસનું પ્રતીક છે. તો બીજા હાથમાં શસ્ત્ર છે. આવશ્યકતા અનુસાર શસ્ત્રને ઉઠાવવામાં પાછીપાની કરશો નહીં. શત્રુને હણવામાં અને પ્રજાના રક્ષણમાં શસ્ત્ર ઉઠાવવાં જરૂરી છે. એક હાથમાં લેખિની છે જે બુદ્ધિમતા અને જ્ઞાનનું પ્રતીક છે. પ્રજામાં જ્ઞાન અને સાક્ષરતાનો પ્રસાર કરશો તો સમજણ અને સામાન્ય બુદ્ધિ પણ તેમનામાં આવશે.

મૂષક વાહન: ગણપતિ આટલા વિશાળકાય અને મૂષક એટલે ઊંમદર, બંને વિરોધાભાસી છે. મૂષક ગણપતિનો ભાર ઝીલી શકે નહીં તે દેખીતી વાત છે, પરંતુ તેમનું વાહન એક પ્રતીક છે. વિશાળકાય હોવા છતાં તમારો ભાર અદના પ્રજાજનને લાગે નહીં તેવું વર્તન રાખો. કોઈ પણ વિરોધાભાસમાં સમતા જાળવી રાખશો તો મૂષક જેટલી ચપળતા દર્શાવી શકશો. મૂષકનું પ્રતીક ડહાપણનું છે. ડહાપણ પર સવાર થતા શીખો, ક્રોધ પર સવાર થશો નહીં. નાના માનવી સાથે પણ તાદાત્મ્ય જાળવવામાં તમારી મોટાઈને વચમાં લાવશો નહીં તેમ ગણપતિ પોતાના વાહનની પસંદગી દ્વારા સૂચવે છે. સંસારમાં નાનામાં નાના જીવનું મહત્ત્વ છે. ભગવાન શ્રીરામે ખિસકોલીને મહત્ત્વ આપ્યું છે તે જ રીતે ગણપતિએ ઊંદરને સ્થાન આપ્યું છે.

ગણપતિનું પૂજન એટલે જ પરમેશ્વરનું પૂજન. એકચિત્ત થઈ માનવી ગણેશ-ગજાનનની આરાધનામાં પ્રવૃત્ત થાય તેની બુદ્ધિ પણ શાંત અને ધીરગંભીર થાય છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા ઉદ્વેગ શાંત થઈ સ્વત: રિદ્ધિ-સિદ્ધિમાં ફેરવાઈ જાય છે તે માત્ર ગણપતિની આરાધનાનું ફળ છે. ગણપતિના અસંખ્ય નામોમાંથી માત્ર ૧૨ નામો સાથે તેમને લીલુંછમ ઘાસ ચડાવાય તેટલાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે.

સુમુખાય નમ:, એકદંતાય નમ:, કપિલાય નમ:, ગુજકર્ણાય નમ:, લમ્બોદરાય નમ:, વિકટાય નમ:, વિઘ્ન વિનાશાય નમ:, ધૂમકેતવે નમ:, ગણાધ્યક્ષાય નમ:, ભાલચંદ્રાય નમ:, ગજાનનાય નમ: જેવાં બાર નામોના પાઠથી પણ ગણપતિ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ‘ઓમ ગં ગણપતયૈ નમ:’ અથવા ‘ઓમ તત્ત્પુરુષાયવિઇહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદયાત્’ના મંત્રનો નિરંતર જાપ કરવાથી ભગવાન ગજાનન ઋણ, રોગ, દારિદ્રય, રાજ્યભય, આતંક સહિત તમામ આધિ-વ્યાધિથી મુક્ત કરાવી રિદ્ધિ-સિદ્ધિ અને વિલક્ષણ બુદ્ધિ પ્રદાન કરે છે.

ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હોવાનું મનાય છે અને તેથી જ આ દિવસથી ગણેશોત્સવનો આરંભ થાય છે, જે અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. એક અન્ય માન્યતા અનુસાર માતા પાર્વતી દ્વારા ગણપતિનો સર્વ પ્રથમ આવિર્ભાવ મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીઓ થયો હતો. આ તિથિને સંકટ તિથિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે.

સ્કંદ પુરાણમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની ચોથનો મહિમા વિશેષ છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધનાથી તેઓ પોતાના ભક્તોને સમસ્ત કાર્યોમાં સફળતા અપાવે છે. ગણપતિના ગુણોના પ્રતીકને જીવનમાં ઉતારવાથી તો આપોઆપ સિદ્ધિ સાંપડે છે. આવા સિદ્ધિવિનાયક દેવ ગણપતિને નમસ્કાર કરી તેમની ઉપાસના કરીએ.

GANPATI KATHA
Back

ગણેશચતુર્થીની ઉત્પત્તિ તપ અને વરદાન

શ્રી ગણેશજીને ખૂબ જ પ્રિય ‘વરદા’ ચતુર્થીની (ચોથ) પવિત્ર કથા નીચે પ્રમાણે છે. સૃષ્ટિ ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ અનેક કાર્યોની સફળતા માટે પોતાના હૃદયમાં શ્રીગણેશજીનું ધ્યાન ધર્યું. એ વખતે એમના શરીરમાંથી તીથિઓની માતારૂપ ‘ચોથ’ દેવી રૂપે પ્રકટ થઇ. એ અતિ સુકુમાર અને સુંદર દેવીને ચાર પગ, ચાર હાથ અને ચાર મોં  હતાં એને જોઇને સૃષ્ટિનાં સર્જનહાર બ્રહ્માજી પરમ પ્રસન્ન થયાં. એ ચતુર્થી દેવીએ બ્રહ્માજીને વંદન કર્યું અને કહ્યું: ‘હે બ્રહ્માજીના સર્જનહાર પિતા, હું આપનાં પવિત્ર શરીરમાંથી ઉત્પન્ન થઇ છું.’ આપ મારા પરમ પિતા છો આપ મને આજ્ઞા આપો, હું શું કરું? આપ મને રહેવાનું સ્થળ અને જરૂરી ભોગ્ય પદાર્થ આપો.”  બ્રહ્માજીએ શ્રીગણેશજીનું સ્મરણ કરીને કહ્યું: ‘તમે’ એક અદ્ભુત સૃષ્ટિની રચના કરો. ચતુર્થી દેવીએ પણ ગણેશજીને ભાવપૂર્વક નમન કર્યું.’ એ પછી વનમાં જઇ એ મંત્ર જાપ સાથે તપ કરવા જણાવ્યું. ચતુર્થીદેવીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણેશજીના મંત્ર જાપ સાથે એક હજાર દિવ્ય વર્ષ સુધી તપ કર્યું. ચતુર્થીદેવીની આવી ેતપશ્ચર્યાથી પ્રસન્ન થઇ દેવાધિદેવ ગજાનન પ્રકટ થયા અને કહ્યુંં, ‘દેવી, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. તમારી જે ઇચ્છા હોય તે વરદાન માગો, ‘ ચતુર્થીદેવીએ પરમ પવિત્ર ગજાનન દેવતાનાં ચરણોમાં નમસ્કાર કર્યાં અને કહ્યું ‘હે વિઘ્ન વિનાશક દેવ! આપ આપની દ્રઢ ભક્તિ આપો. હુું આપને હંમેશા પ્રિય રહું અને મને આપનો કદી વિયોગ ન થાય એવું વરદાન આપો.’ ગણેશજીએ ‘ઓમ’ શબ્દનો ઉચ્ચર કરી માગેલું વરદાન આપ્યું અમને કહ્યું: ‘દેવી તમે મને હંમેશા પ્રિય રહેશો. તમે તમામ તીથિઓની માતા ગણાશો. અને તમારું નામ ‘ચતુર્થી’ દેવી તરીકે જગપ્રસિદ્ધ થશે. તમારા શરીરનું ડાબું અંગ શ્યામ અને જમણું અંગ ઉજ્જવલ હશે. તમે તમારી જન્મતીથિ તરીકે પૂજાશો. તમારું વ્રત કરનારને હું સર્વ વાતે સુખી બનાવીશ અને તમારું વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ લેખાશે. એટલું કહી ગણપતિજી અંતર્ધ્યાન થઇ ગયા. વરદા ચતુર્થી દેવીએ ફરીથી ગજાનન દેવનું ધ્યાન ધર્યું. એટલે એનાં મોંમાંથી પ્રતિપદા (પડવો) તીથિ ઉત્પન્ન થઇ. એ પ્રમાણે નાકમાંથી બીજ, છાતીમાંથી ત્રીજ, આંગળીમાંથી પાંચમ, હૃદયમાંથી છઠ, આંખમાંથી સાતમ, હાથમાંથી આઠમ, પેટમાંથી નોમ, કાનમાંથી દસમ, કંઠમાંથી અગિયારસ, પગમાંથી બારસ, સ્તન મંડળમાંથી તેરસ, અહંકારમાંથી ચૌદશ, મનથી પૂર્ણિમા અને જીભથી અમાવાસ્યા પ્રકટ થઇ. બધી તીથિઓએ સાથે મળી દેવાધિદેવ ગણનાયકનું ધ્યાન ધરવા માંડયું. તપશ્ચર્યાં પણ આરંભી. આમ એક વર્ષની તપશ્ચર્યા પછી ગણાધિપતિ ગજાનન ત્યાં પ્રકટ થયા તેઓ અજવાળિયાની ચોથના દિવસે મધ્યાહ્ન સમયે દેવી ચતુર્થીની પાસે ગયા અને કહ્યું ‘તમારે શું જોઇએ છે, માગો?’ ચતુર્થીદેવીએ વંદન કરીને કહ્યું ‘દેવ! હું આપનું નિવાસસ્થાન બનું અને આપ મને આપની અતૂટ ભક્તિ આપો. ગજાનન દેવે વરદાન આપતાં કહ્યું, ‘મારા ભક્તજનો ભાદ્રપદ માસની સુદ ચોથના દિવસે ભાવપૂર્વક તમારું વ્રત કરશે. આજથી તમારું નામ ‘વરદા’ રાખું છું.’ ત્યાર પછી ગજાનન દેવે રાત્રે ચંદ્રનો ઉદય થતાં કૃષ્ણ ચતુર્થી પાસે જઇને કહ્યું: તમે પણ ઇચ્છિત વર માગો, હું તમારી અભિલાષા પૂર્ણ કરીશ.’ કૃષ્ણ ચતુર્થીએ મંગલમય ગણેશજીનું પૂજન કરી કહ્યું: ‘વિઘ્નહર! આપ જો મારા પર પ્રસન્ન હો તો કૃપા કરીને મને આપની અચળ ભક્તિ આપો. આપ મને સર્વમાન્ય કરી દો.’ ગણેશજીએ વરદાન આપતાં કહ્યું: ‘દેવી! નિ:સંદેહ મારી કૃપાથી તમે હંમેશા લોકોને આનંદ આપનારાં થશો.’ મહિમામયી ‘ચતુર્થી’નું વ્રત કરનારાંઓની ઇચ્છિત કામનાઓ પાર પડે છે. ધનધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તમામ આપત્તિઓ નાશ પામે છે. અંધારિયાની તમામ ચોથ દુ:ખ નિવારણ કરવાવાળી છે. એમાં ચંદ્રોદયી ચતુર્થીના વ્રતનું પૂજન કરવાનું મહાત્મ્ય છે.

સંકટ ચતુર્થી ચંદ્રોદય વ્યાપિની ગ્રાહ્ય છે. જો બે દિવસ ચોથ હોય અને બીજા દિવસની ચોથ ચંદ્રોદય વ્યાપિની ન હોય તો બીજે દિવસે કરવું જોઇએ. અગર બંને દિવસે ચોથ ચંદ્રોદય વ્યાપિની ન હોય તો બીજે દિવસે વ્રતનું પાલન કરવું જોઇએ.

Back

var gaJsHost = ((“https:” == document.location.protocol) ? “https://ssl.” : “http://www.”); document.write(unescape(“%3Cscript src=’” + gaJsHost + “google-analytics.com/ga.js’ type=’text/javascript’%3E%3C/script%3E”)); var pageTracker = _gat._getTracker(“UA-4060762-1″); pageTracker._initData(); pageTracker._trackPageview();

GANPTI BAPA MORYA
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી ગણેશને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય દેવી-દેવતાઓની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં, ગણેશજીની વિઘ્નહર્તા તરીકે પણ ખાસ સ્તુતિ કરવામાં આવી છે. તેમને સુખકર્તા, દુ:ખહર્તા, વિઘ્નહર્તા પણ કહેવાય છે.

ભગવાન શ્રી ગણેશ એ ભગવાન શિવના પુત્ર છે. તેમની વિશાળતમ આકૃતિ આપણને હંમેશા સાવધ રહેવાનો અને દરેક પરિસ્થિતિ, મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવાનો બોધ આપે છે. શ્રી ગણેશ એક શક્તિ છે અને વિદ્યાનું પણ એક રૂપ છે.

ગણેશજીની આંખો આપણને એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન રાખવાનો બોધ આપે છે. ગણેશજીની આંખોના આ બોધને અનુસરીને સફળતા અચૂક મેળવી શકાય છે.

ગણેશજીના કાન આપણને બીજાની વાતો ધ્યાનથી સાંભળવાનો બોધ આપે છે. આપણે કાચા કાનના નહીં પણ મોટા કાનના થવાની જરૂર છે.

તેમનું મોટું પેટ આપણને બીજાની વાતોને ખાનગી રાખવાની અને અન્ય લોકોની નબળાઈઓને પોતાના પેટમાં રાખવી જોઈએ એવો બોધ આપે છે. માત્ર હૃદયની વિશાળતા જરૂરી નથી, પેટમાં અન્યોની નબળાઈઓ પચાવવાની ક્ષમતા પણ જરૂરી છે.

તેમનું વિશાળ મસ્તક જીવનમાં શ્રેષ્ઠ અને સકારાત્મક વિચારો કરવાની પ્રેરણા આપે છે. સકારાત્મકતાના અભિગમથી સારાં પરિણામો મળે છે અને શ્રેષ્ઠતા હાંસિલ કરી શકાય છે.

મૂષક એટલે ઉંદર એ વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. તેમનું વાહન આપણને જીવનમાં ચંચળતા અને બીજાના ગુણદોષથી દૂર રહેવાનો બોધ આપે છે. નાનકડા ઊંદરમાંથી પણ બોધ મેળવીને સાર્થકતા માણી શકાય.

ગણેશોત્સવ એટલે ભગવાન ગણેશજીની સામૂહિક આરાધનાનો ઉત્સવ. આ ઉત્સવના ભાગરૂપે ઘરે, ગલી-મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરીને તેમની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગણેશોત્સવના છેલ્લા દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશજીની મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. જો કે આ પ્રથાને વાચા આપનાર લાડીલા નેતા લોકમાન્ય ટિળક હતા.

બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવ્યાનુસાર માતા પાર્વતીના પુણ્યક નામના પુત્રપ્રદ વ્રતના અનુષ્ઠાનના ફળસ્વરૂપે તેમને એક સુંદર બાળક અવતર્યું. તે બાળક એટલે ભગવાન ગણેશ. તેઓ તેમના આરાધકોના સંકટો દૂર કરતા હોઈ તેમના પ્રાગટયની તિથિ સંકટચોથ તરીકે મનાવવામાં આવે છે. ગણેશનું સ્થાપન એ વિઘ્નો સામે મોટા પડકાર સમાન છે.

ચોથના દિવસે તેમનું પ્રાગટય થયું હોઈ ભક્તો દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પૂજે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આજે માત્ર મહારાષ્ટ્ર પૂરતો નથી રહ્યો, પરંતુ ભારતભર તથા વિદેશમાં પણ ઉજવાય છે.

સ્કંદપુરાણમાં પ્રસ્તુત શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેની વાતચીત અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો વિશેષ મહિમા હોય છે. તે દિવસે ગણેશજી તેના આરાધકોને સર્વ કાર્યોમાં સિદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. તેથી તેઓ સિદ્ધિવિનાયક તરીકે પણ ઓળખાય છે. રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રી ગણેશની કૃપા મેળવવા ભક્તો અનુષ્ઠાન કરે છે.

આ જગતમાં દરેક વ્યક્તિનું શરીર પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને જળ એ પાંચ ભૌતિક તત્ત્વોનું બનેલું હોય છે. કોઈ વ્યક્તિમાં જળનું તત્ત્વ વધુ હોય છે તો કોઈ વ્યક્તિમાં પૃથ્વી તત્ત્વ. જે લોકોમાં જળ તત્ત્વનું પ્રમાણ વધારે હોય તેમના માટે ગણેશજીની ઉપાસના સારું ફળ આપે છે. જો કે ગણેશ ઉપાસના તમામ લોકોને ફળે છે. ગણેશને કળિયુગના દેવ પણ કહેવાય છે.

GANESHA PUJA MAHATV;
ભારત અનાદિકાળથી આધ્યાત્મિક શક્તિ સંપન્ન દેશ છે. એ જ કારણથી બીજા દેશો કરતાં ભારતની વિશિષ્ટતા છે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થયેલી હોવાથી ઋષિ મુનિઓએ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અનેક શુભ પ્રવૃત્તિનો પ્રચાર કર્યો હતો. એવી પ્રવૃત્તિમાં કેટલાંક તહેવારોએ ચોક્કસ દેવતાનું પૂજન અને એ આરાધના વ્યક્તિગત અને સમૂહગત એ ભેદોને લીધે બે પ્રકારની રહી છે. અમારા પૂર્વજો એવું વિચારતા નહોતા કે એક જ વ્યક્તિ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરેે. શક્તિ વિનાની કોઇ પણ વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં સમર્થ થતી નથી. જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યજીએ કહ્યું છે કે ‘શિવ: શકત્યા યુક્તો યદિ ભવતિ શક્ત: પ્રભવિલુમ્’ કાર્ય સિદ્ધિ ન થવામાં અદૃષ્ટ શકિત પણ ભાગ ભજવે છે. જે વસ્તુ દૃષ્ટિમાં નથી આવતી એને માટે વિઘ્નનું અનુમાન કરવામાં આવે છે. એ વિઘ્ન ત્યાં સુધી દૂર નથી થતું જ્યાં સુધી સમર્થ અદૃષ્ટ શક્તિની સહાય ન લેવામાં આવે.  એટલે જ વિઘ્નો દૂર કરવા માટે વિઘ્નેશ્વરનું શરણ ગ્રહણ કરવામાં આવે છે, એથી જ નાનાં કે મોટાં સર્વ કાર્યોનાં આરંભમાં :સુમુખશ્ચેક દન્તશ્ચ’ વગેરે બાર નામોનું સ્મરણ કરીને કાર્યનો આરંભ કરવામાં આવે છે. આજે તો લોકો ચમત્કાર જોઇને નમસ્કાર કરે છે. પણ ખરી વાત તો એ છે કે, નમસ્કાર જોયા પછી ચમત્કાર થાય છે. ચમત્કાર એક આધ્યાત્મિક શક્તિ છે અને એ શક્તિ દેવતાઓના પૂજન અને નમસ્કારથી જ પ્રાપ્ત થાય છે. સારાં ફળો મેળવવા માટે સારાં કાર્યો કરવાની આવશ્યકતા છે. સારાં કર્મો કર્યાં વિના સારાં ફળો મેળવવાની ઇચ્છા કરવી એ યોગ્ય નથી. ખાસ કરીને દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સારાં કર્મો કરવાં જ પડે છે. કોઇ પણ દેશનું ગૌરવ સારાં આચરણવાળાં અને સારાં કૃત્યો કરનારાઓ ઉપર આધાર રાખે છે. શસ્ત્રો અને અસ્ત્રોનાં ભારે માત્રામાં ઉત્પાદન કરવાથી કે મોટી મોટી આકાશ સાથે વાત કરતી ઇમારતોથી દેશના ગૌરવનું માપ નીકળી શકે નહીં. પણ સદાચરણ સતકર્મ, પરસ્પરમાં પ્રેમભાવ વગેરેથી દેશનાં ગૌરવમાં વધારો થાય છે.

ગણેશચતુર્થીનું મહાપર્વ એવી રીતે ઊજવવું જોઇએ જે જેથી દેશ માટે એકતા સુદ્રઢ બને, લોકોમાં સદાચરણની ભાવના કેળવાય. સત્કર્મો પ્રત્યે પ્રજામાં રુચિ ઉત્પન્ન થાય અને એ રીતે જો ગણપતિ ચોથના ઉત્સવની ઉજવણી થશે તો સિદ્ધિદાતા વિનાયકની કૃપા દેશ પર ઉતરશે. અને દેશ રિદ્ધિ- સિદ્ધિથી ભરપૂર બનશે. ગણપતિ ચતુર્થીના અતિશય ભાવભર્યા ઉત્સવથી મંગલમૂર્તિ ગણેશ પ્રસન્ન થઇ સર્વનું અવશ્ય કલ્યાણ કરશે.

Back

var gaJsHost = ((“https:” == document.location.protocol) ? “https://ssl.” : “http://www.”); document.write(unescape(“%3Cscript src=’” + gaJsHost + “google-analytics.com/ga.js’ type=’text/javascript’%3E%3C/script%3E”)); var pageTracker = _gat._getTracker(“UA-4060762-1″); pageTracker._initData(); pageTracker._trackPageview();

GANESHA STOTRM
Back

‘સંકટનાશન ગણેશ સ્તોત્રમ્‘

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ।

નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

વિઘ્નેશ્વરાય વરદાય સૂરપ્રિયાય

લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।

નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય

ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ।।

સંકટનાશન ગણેશસ્તોત્રમ્

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુંત્ર વિનાયકમ્

ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ।। ૧ ।।

પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્

તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ।। ૨ ।।

લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ

સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાઅષ્ટકમ્ ।। ૩ ।।

નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ।। ૪ ।।

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર:

ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ।। ૫ ।।

વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્

પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ।। ૬ ।।

જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાસૈ: ફલં લભેત

સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશય: ।। ૭ ।।

અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા ય: સમર્પયેત્

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ।। ૮ ।।

ઇતિશ્રી નારદપુરાણે ‘સંકટનાશન ગણેશસ્તોત્રમ્’ સંપૂર્ણમ્

ramayna
arayna kand

banana profit
આ ઋતુમાં આમ્રફલની વિદાય સાથે કદલીફલનું આગમન થાય છે. કદલીનો અર્થ તો જાણો છો ને? કદલી એટલે કેળ અને તેનું ફળ તે કેળું. આપણાં સૌથી સસ્તા, સુલભ અને પૌષ્ટિક ફળોમાં કેળાની ગણતરી કરી શકાય.

આપણાં દેશમાં સર્વત્ર થતા આ ફળના અનેક ગુણ કર્મો અને તેના ઔષધીય પ્રયોગો આયુર્વેદના ગ્રંથોમાં આપવામાં આવ્યાં છે. પરંતુ અહીં વિસ્તાર ભયથી એ બધાનું નિરુપણ શક્ય ન હોવાથી માત્ર કેળાંના ગુણકર્મો અને તેનાં બેચાર પ્રયોગોનું જ નિરુપણ આ લઘુ લેખમાં કરીશ.

કેળાંમાં કાર્બોહાઇડ્રેટ પ્રચૂર માત્રામાં લગભગ ૨૫ ટકા જેટલું રહેલું છે. જે શક્તિ – પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય તેમાં સોડિયમ, પોટાશિયમ, આયર્ન, તામ્ર, કેલશ્યમ, મેગ્નેશ્યમ, મેંગેનિઝ અને ફોસ્ફરસ જેવાં ક્ષારીય અને ખનીજ તત્ત્વો પણ રહેલાં હોય છે. તેમાં રહેલ લોહતત્ત્વ અને તામ્રતત્ત્વથી લોહીની વૃદ્ધિ થાય છે. જેમની પાચનશક્તિ સારી હોય અને પોતાની પ્રકૃતિને કેળાં નડતાં ન હોય, તેમણે આ ઋતુમાં પ્રતિદિન એકથી બે કેળાં ખાવા જોઈએ. આયુર્વેદિય મતે કેળાં ગુરુ, સ્નિગ્ધી, મધુર ગ્રહી, મેધ્ય, રોચક અને કફકારક છે. તે કફકારક હોવાથી વરાધવાળા બાળકોએ અને દમ, શ્વાસ, શરદી- સળેખમ અને ઉધરસવાળા દર્દીઓએ તેનો ઉપયોગ કરવો નહીં.

પ્રયોગો

(૧) બંગાળમાં ખૂબ જ પ્રચલિત એક પ્રયોગનું નિરુપણ કરું છું. સંગ્રહણી અતિસાર કે જૂના મરડાનો હુમલો થાય ત્યારે સૌથી પહેલાં બે પાકા કેળાં તેનાથી ચોથા ભાગની બીજ વગરની જૂની આમલી અને એટલો જ ગોળ મિક્સ કરી, તેના ત્રણ ભાગ કરી, દર અડધા કલાકે આપવામાં આવે તો સારું પરિણામ મળે છે.

(૨) લીલા એટલે કે કાચા કેળાંને સારી રીતે બાફી લેવા. પછી તેમાં થોડું દહીં અને સાકર નાંખીને લેવામાં આવે તો તે સંગ્રહણી અને  વારંવાર થતાં ઝાડામાં ખૂબ જ હિતાવહ અને પથ્ય છે.

(૩) આપણે ત્યાં ૭૦ ટકા સ્ત્રીઓને ‘શ્વેતસ્રાવ’ એટલે કે સફેદ પાણી પડવાની તકલીફ હોય છે. તેમણે આ પ્રયોગ ડાયરીમાં નોંધી લેવા જેવો છે. શ્વેત સ્રાવનો બીજો અર્થ થાય શરીર ધોવાવું અથવા લ્યુકોરિયા. જેમને આ તકલીફ સતત રહેતી હોય કે, વારંવાર થતી હોય, તેમણે પોતાની પાચનશક્તિ પ્રમાણે લીલી છાલના પાકા કેળાનો આ પ્રમાણે પ્રયોગ કરવો.

કમળકાકડીનાં મીંજ ૧૦૦ ગ્રામ, સફેદ મૂસળી ૧૦૦ ગ્રામ, અશ્વગંધા ૭૫ ગ્રામ, શતાવરી ૭૫ ગ્રામ, ચોપચીની ૨૫ ગ્રામ અને એલચી ૨૦ ગ્રામ આ છએ ઔષધોને ખૂબ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી કાચની એક સ્વચ્છ બાટલીમાં ભરી લેવું.

એક પાકું કેળું છાલ સોતું ચીરી, તેમાં એકથી દોઢ ચમચી આ ચૂર્ણ ભરી દેવું. જો આટલું ચૂર્ણ એક કેળામાં ન આવે તો બે કેળામાં ભરવું. કેળાંમાં ઔષધ ભર્યાં પછી બે કલાકે તેની છાલ કાઢી નાખી સવારે નરણાંકોઠે અને રાત્રે સૂતી વખતે તેને ખૂબ ચાવીને ખાવામાં આવે તો એકાદ મહિનામાં આ શ્વેતસ્રાવની તકલીફ મટે છે.

શ્વેતસ્રાવની તકલીફવાળી સ્ત્રીઓને કબજિયાત રહેતી હોય છે. આવી સ્ત્રીઓએ રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, હિમેજ, હરડે કે ત્રિફળા ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું લેવું અને સવારે મળ પ્રવૃત્તિ થયા પછી આ પ્રયોગ કરવો.

(૪) ઘણાં બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. આવા બાળકને જો અડધા કેળામાં ચીરો કરી તેમાં ચણાના એક દાણા જેટલી લોહભસ્મ અને શંખભસ્મ મિશ્ર કરી મૂકી રાખો. એકાદ કલાક પછી આ કેળું ખાવા આપવું. પંદરથી પચ્ચીસ દિવસ આ પ્રયોગ કરવાથી બાળક માટી ખાવાનું ભૂલી જશે.

story of fentalend
એક સમયે રાજા કેતન ફૅન્ટાલેન્ડ પર રાજ કરતો હતો. તેને બાર દીકરીઓ હતી. તેમને માટે બાર- બાર રાજકુમારો શોધવાનું કામ કપરું હતું. કેતને આજુબાજુના બધા રાજવીઓને પત્ર લખ્યા, “તમારા કુમારોને મારે ત્યાં મોકલો. રોજ રાત્રે મિજબાની અને નૃત્ય થશે. મારી કોઈ પણ દીકરી તમારા દીકરાને પસંદ કરશે તો તે મારો જમાઈ થશે.”કેટલાય કુમારો ફૅન્ટાલેન્ડ આવ્યા. તેઓ મજેદાર ભોજન માણતા અને બારેય રાજકુમારીઓ સાથે નૃત્ય કરતા. કુંવરીઓ આખી રાત નાચતી પણ કોઈ કુમારને પસંદ કરતી નહીં. તેઓ માનતી, “પરણ્યા પછી આ રીતે આટલું બધું નાચવાનું અને મજા માણવાનું શક્ય નથી.”

આમને આમ રાજા મિજબાની અને ભોજનથી કંટાળી ગયો. તેણે બધા રાજકુમારોને રવાના કરી દીધા. તેણે તેની દીકરીઓને કહી દીધું કે તેઓએ રોજ રાતે દસ વાગ્યે સૂઈ જવું. તેણે એમ પણ કહ્યું, “હવે હું તમારાં (રોજ રોજ) નવાં વસ્ત્રો અને બાર-બાર જોડી પગરખાં પર ખર્ચ કરવાનો નથી.”

આ બારેય કુંવરીઓ એક મોટા શયનખંડમાં બાર પથારીઓ પર સૂતી. તેમને એક દાસી હતી. તે તેમની સંભાળ લેતી. તે દરેકને દૂધનો એક- એક ગ્લાસ આપીને શુભરાત્રિ ઇચ્છતી.

રોજ સવારે દાસી તેમને જગાડતી. દાસી હંમેશા કુંવરીઓનાં વસ્ત્રો થોડાં મેલાં થયેલાં અને પગરખાં ઘસાઇ ગયેલાં જોતી. આવું વારંવાર બનતું હતું. તેથી દાસીએ રાજાને પગરખાંની બાર જોડીઓ દેખાડી. “હજૂર, રોજ રાત્રે હું તાળું મારી દઉં છું. પણ કુંવરીઓ ક્યાંક બહાર જઈને નાચે છે. હું તેમને પૂછું છું તો તેઓ હસી કાઢે છે. શું કરવું એ મને સમજાતું નથી.”

રાજાને એક વિચાર આવ્યો. તેણે ફૅન્ટાલેન્ડમાં ગામડાંઓમાં સૈનિકોને મોકલ્યા. તેમણે જાહેરાત કરી, “રાજા કેતન એક રહસ્ય શોધી કાઢવા માગે છે. રાજકુંવરીઓ રાતે ક્યાંક બહાર જાય છે. જે કોઈ આ રહસ્ય ત્રણ દિવસમાં શોધી આપશે તે (કોઈ) એક કુંવરીને પરણી શકશે.”

કેટલાય જવાનિયાઓએ પ્રયત્ન કર્યો. ત્રણ ત્રણ મહિના વીતી ગયા પણ કુંવરીઓ ક્યાંક જતી જ હતી. અને રોજ સવારે તેમનાં પગરખાં ઘસાઇ જતાં. રાજાને રોજ રોજ પગરખાંની બાર- બાર જોડી ખરીદવી પડતી હતી. આ રહસ્ય કોઈ કળી શક્યું નહીં.

એક દિવસ એક અજાણ્યો માણસ ફૅન્ટાલેન્ડ આવ્યો. તે જંગલમાંથી જઈ રહ્યો હતો. તેણે બળતણ વીણતી એક સ્ત્રીને જોઈ. તેણે સ્ત્રીને મદદ કરી. સ્ત્રીએ તેનો આભાર માન્યો અને કહ્યું, “તું સરસ મજાનો જુવાન છે. તું કોણ છે? હું તને કાંઈ મદદ કરી શકું?”

“મારું નામ અશોક છે. હું પાસેના દેશ ડ્રીમલેન્ડથી આવું છું. હું સુથારનો દીકરો છું. મેં રાજા કેતનની કુંવરીઓ વિશે સાંભળ્યું છે. તમે મને રહસ્ય શોધી કાઢવામાં મદદ કરી શકો?”

તે વૃદ્ધ સ્ત્રીએ થોડીવાર તેની આંખો બંધ કરી, “હંઅઅ… હું સમજી ગઈ.” તેણે કહેવા માંડયું. “કુંવરી તને કંઈક દવા ભેળવેલો રસ પીવા આપશે. તું એ રસ પીતો નહીં. નહીંતર તું પણ ઊંઘી જઈશ. અને આ ત્રણ જાદુઇ બિયાં છે તું એક બિયું ખાઇશ પછી છ કલાક સુધી તને કોઈ જોઈ શકશે નહીં.”

અશોકે બિયાં લીધાં. વૃદ્ધાનો આભાર માન્યો અને રાજમહેલની વાટ પકડી.

સાંજે તેને કુંવરીઓના શયનખંડની બાજુના રૃમમાં લઈ ગયા. થોડીવાર પછી મોટી કુંવરી એસ્પોરા આવી અને તેને રસનો એક ગ્લાસ આપ્યો, “આ પી, તેથી તને રાત્રે ઊંઘ નહીં આવે.” તે હસી પડી અને પછી ચાલી ગઈ.

તેણે રસ બાગમાં ઢોળી દીધો. અને મોટા શયનખંડના દરવાજાની પાસે ઊભો રહ્યો. જાદુઇ  બી લઈને તે તૈયાર થઈ ગયો હતો. તેણે બી ખાધું. દાસી જ્યારે શયનખંડમાંથી બહાર આવી રહી હતી, ત્યારે તે શયનખંડમાં સરકી ગયો. દાસીએ શયનખંડ બંધ કર્યો અને ચાલી ગઈ. અશોક અંદર જ હતો પણ તેને કોઈ જોઈ શકતું નહોતું.

મોટી કુંવરી ઊભી થઈ અને કહ્યું, “હવે પેલો માણસ ઊંઘતો હશે. આપણે તૈયાર થઈને જઈએ.” તેમણે સુંદર વસ્ત્રો અને નવાં પગરખાં પહેર્યાંં. તેમણે એક પથારી ખસેડી. એક છૂપી બારી ખોલી અને બહાર કૂદી ગઈ. અશોક પણ એ બારીમાંથી બહાર કૂદી ગયો.

તેઓ ઝડપથી ચાલીને નદીએ પહોંચી ત્યાં બાર હોડીઓ હતી અને દરેક હોડીમાં એક- એક રૃપાળો યુવાન રાજકુમાર હતો. અશોક પણ એક હોડીમાં ચડી ગયો. પણ કોઈને તેની ખબર પડી નહીં. તેઓ નદીની સામે પાર ગયાં. સામે કાંઠે રજતવન હતું. અહીં બધાં જ છોડ અને ઝાડનાં પાંદડાં રૃપેરી હતાં. અશોકે થોડાં પાંદડાં લઈને તેનાં ખિસ્સામાં મૂકી દીધાં. બધી કુંવરીઓ રાજકુમારો સાથે રાતભર નાચી. ભળકડું થાય તે પહેલાં બારેય કુંવરીઓ અને અશોક શયનખંડમાં પાછાં આવી ગયાં. દાસી જ્યારે કુંવરીઓને જગાડવા આવી ત્યારે અશોક બહાર નીકળી ગયો.

બીજી રાતે અશોકે બીજું બિયું ખાધું અને નીરવ  પગલે  અંદર પેસી ગયો. એ જ પ્રસંગ બન્યો. આ વખતે તેઓ સુવર્ણ વનમાં ગયા. અશોકે થોડાં પાંદડાં લઈ લીધાં અને ખિસ્સામાં મૂક્યાં. ત્રીજી રાત્રે અશોકે છેલ્લું જાદુઈ બી ખાઈ લીધું તરત જ તે અદૃશ્ય થઈ ગયો. એ રાત્રે તેઓ એક રાજમહેલમાં ગયા અને રાજકુમારો સાથે નાચ્યાં અને સોનાનાં પ્યાલામાં રસ પીધો. અશોકે સોનાના બે પ્યાલા સાથે લઈ લીધા.

ચોથે દિવસે અશોક રાજા કેતન પાસે ગયો. તેણે કહ્યું, ‘મેં રહસ્ય શોધી કાઢયું છે. તમારી દીકરીઓને બોલાવો અને હવે તમારી કુંવરીઓ માટે નવાં પગરખાં ખરીદશો નહીં.”

રાજાએ કુંવરીઓને દરબારમાં બોલાવી. અશોકે પોતાના ખિસ્સામાંથી રૃપેરી અને સોનેરી પાંદડાં અને સોનાનાં બે પ્યાલા કાઢયા. તેણે એ રાજાને અને દરબારીઓને દેખાડયા. બારે કુંવરીઓ હસી પડી અને બોલી, “તેં રહસ્ય શોધી કાઢયું પણ તેં આ કેવી રીતે કર્યું? અને હે મોહક યુવક. તારું નામ શું?” મોટી કુંવરીએ પૂછયું, “હું અશોક છું. ડ્રીમલેન્ડથી આવું છું.” એમ કહી તેણે આખીય વાત કહી દરેકે આ જુવાનના વખાણ કર્યાં. રાજાએ કુંવરીઓ સામે જોયું. નાની બોલી, “હા પિતાજી, અશોકની વાત ખરી છે પણ અમને નાચવું અને મોજ કરવાનું ગમે છે. અમે એ રજત અને સુવર્ણવનમાં અને એ ભવ્ય મહેલમાં જઈ શકીએ? અમે એ કુમારો સાથે નૃત્ય કરી શકીએ?”

“હા,” રાજાએ કહ્યું, “પણ હવે હું રોજ અગિયાર જોડી જ પગરખાં ખરીદીશ. પહેલાં તો તમારામાંથી કોઈ એકે આ યુવાનને પરણવું પડશે.”

“હું એસ્પોરાને મારી પત્ની તરીકે પસંદ કરું છું.” અશોકે  કહ્યું. બધા દરબારીઓએ હર્ષનાદ સાથે તાળીઓ પાડી. બીજે દિવસે ભવ્ય સમારંભમાં તે મોટી કુંવરીને પરણી ગયો.

કેતનના અવસાન પછી અશોક ફૅન્ટાલેન્ડનો રાજા બન્યો. કારણ કે રાજાનો તે સૌથી મોટો જમાઈ હતો